દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં 8 લાખ 78 હજારને પાર કેસ પહોંચી ચૂકયા છે. બીજી બાજુ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 23 હજારને પાર પહોંચી ગઇ છે.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 28,701 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ વાયરસને કારણે 500 લોકોનાં મોત થયાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારનાં રોજ સવારે રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશભરમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 8,78,254 એ પહોંચી ગઇ છે. જેમાંથી 3,01,609 એક્ટિવ કેસ છે. જ્યારે 5,53,471 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 500 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યાર બાદ મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 23,174 થઇ ગઇ છે.