ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન સામે સામે અથડાઈ હતી. આ અકસ્માત બહનગા રેલવે સ્ટેશન પાસે સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 50 મુસાફરોના મોત થયા છે, જ્યારે 350 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટનાથી દુઃખી છે. દુઃખની આ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય, તેવી પ્રાર્થના... રેલ્વે મંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો... દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.