2019ના ડિસેમ્બરમાં આવેલ કોરોના વાયરસને કારણે સર્જાયેલ મહામારીથી સમગ્ર દુનિયા જાણે અટકી પડી હતી. માર્ચ, 2020થી દેશમાં કોરોનાને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ પ્રતિબંધોને 2 વર્ષ બાદ સંપૂર્ણપણ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આજે રાજ્યોને પત્ર લખ્યો છે.
ટોચના અધિકારીઓએ જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને માસ્ક અને સોશિયલ ડિસટન્સ સિવાયના તમામ પ્રતિબંધો 31મી માર્ચથી દૂર કરવા જણાવ્યું છે. દેશમાં કોરોના વાયરસ કાબૂમાં હોવાથી હવે કડક પ્રતિબંધોની જરૂર નથી અને માસ્ક-સોશિયલ ડિસટન્સનું જ પાલન હવે ફરજિયાત કરાવવા તંત્રને સૂચના આપવામાં આવી છે.