કોરોનાને કારણે વેપાર ધંધા ખોરવાઈ જતા નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતીય કંપનીઓનો EBITDA ૨૪ ટકા ઘટશે તેમ મૂડીઝે જણાવ્યું હતું. ભારતની નોન ફાઇનાન્શિયલ કંપનીઓની ક્રેડિટ ગુણવત્તા પણ નબળી પડશે. કન્ઝયુમર કોન્ફિડન્સમાં ઘટાડો થતા અને બિઝનેસ પ્રવૃત્તિમાં ગાબડાં પડવાને કારણે આવક અને નફામાં તીવ્ર ઘટાડો થશે. મૂડીઝનાં એસોસિયેટ્સ એનાલિસ્ટ અભિનવ મિશ્રાએ કહ્યું હતું કે રેટિંગ ધરાવતી ૨૨ કંપનીઓની કરવેરા અને ઘસારા પહેલાંની કમાણી (EBITDA)માં ૨૪ ટકાનો ઘટાડો થશે જ્યારે દેવા સામે EBITDAનો રેશિયો ૪ ગણો વધશે. મૂડીઝના આકલન પ્રમાણે ૨૦૨૦-૨૧ના નાણાકિય વર્ષમાં ભારતના જીડીપી ગ્રોથમાં ૧૧.૫ ટકાનો ઘટાડો થશે. મૂડીઝે જણાવ્યું હતું કે, નીચા વિકાસદર અને વધુ દેવાની નીતિના કારણે ભારતના અર્થતંત્રની સ્થિતિ વણસી છે.