કેન્દ્ર સરકારે વર્ષ 2011માં 97મો બંધારણીય સુધારો કરી સહકારી કાયદાઓમાં કેન્દ્ર સરકારને અમુક સત્તાઓ આપી હતી. વર્ષ 2013માં ગુજરાત હાઇકોર્ટે આ સુધારાઓ રદ કર્યા હતા અને હવે સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને આજે બહાલી આપી છે અને ઠેરવ્યું છે કે સહકારી કાયદાઓ અને જાહેરનામા એ રાજ્ય સરકારનો વિશેષ વિષય છે.
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે કેન્દ્ર સરકારે કરેલી અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. વર્ષ 2013માં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે સહકારી ક્ષેત્ર એ રાજ્ય સરકારના વિશેષ વિષયની વસ્તુ છે. તેને લગની કામગીરીમાં કેન્દ્ર સરકાર રાજ્ય પર કોઇ નિયંત્રણ લાદી શકે નહીં. આ ચુકાદા સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.