અમદાવાદમાં કોરોના વાયરસના કેસો 8 હજારને પાર પહોંચ્યા છે. જોકે 2800થી વધુ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ફૂલ થઈ જતાં યુ.એન. મહેતાની નવી બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ યુ.એન. મહેતા હોસ્પિટલની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરી.
જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની ઝડપથી સારવાર થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂર મુજબ બેડની ક્ષમતા વધારવામાં આવશે.