ઝારખંડમાં આવેલ જૈન તીર્થસ્થાન શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાના નિર્ણયને પાછો ખેંચવાની માગને લઈ દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન ગુજરાતના પાલિતાણામાં પણ જૈન મંદિરમાં તોડફોડ કરાઈ હતી, આ બંને ઘટનાઓને લઈને મુંબઈમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે.