દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ ઠારવા ગયેલા ફાયર ફાઇટર્સના કર્મીઓને એક રૂમમાંથી મોટી રોકડ રકમ મળ્યાના અહેવાલોથી ભારે વિવાદ થયો છે. આ ઘટના વચ્ચે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે તપાસ શરૂ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે વિવાદો વચ્ચે એક સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ન્યાયાધીશ યશવંત વર્માની બદલી કરવા માટે પ્રસ્તાવ મળ્યો હતો, જે અંગે હજુસુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેમની સામે જે તપાસ ચાલી રહી છે તેને બદલીની પ્રક્રિયા સાથે જોડવામાં ના આવે.