કાવડ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશના ઢાબા, ફૂડ સ્ટોલના માલિકોને પોતાનું અને સ્ટાફનું નામ લખવા ફરજ પાડવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. ત્યારે હવે ઉત્તરાખંડના હરિદ્વારમાં નવો વિવાદ સામે આવ્યો છે. હરિદ્વારમાં કાવડ યાત્રાના રૂટ પર મઝાર અને મસ્જિદો પર સફેદ પડદા લગાવવાનો આદેશ અપાયો હતો. આદેશને પગલે આ ધાર્મિક સ્થળોને ઢાંકી દેવાયા હતા. જોકે વિવાદ થતા બાદમાં આ આદેશને પરત લઇ લેવો પડયો હતો.