આસામમાં ભાજપના વિધાનસભાના ઉમેદવારની ગાડીમાંથી ઈવીએમ મળતાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દે તપાસની માગણી કરી હતી. ચૂંટણીપંચે પણ તાત્કાલિક પગલાં ભર્યાં હતાં.
આસામની રાતાબારી વિધાનસભાની બેઠકના 149 નંબરના બૂથનું ઈવીએમ ભાજપના ઉમેદવારની કારમાંથી મળી આવ્યું હતું. એ મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ તપાસની માગણી કરી હતી. કોંગ્રેસે ભાજપના વિધાનસભાના ઉમેદવારની ઉમેદવારી રદ્ કરવાની અરજી પણ કરી હતી.
ઘટના પ્રકાશમાં આવી પછી ચૂંટણીપંચે તાત્કાલિક પગલાં ભર્યા હતા. ચાર અિધકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા અને બૂથ નંબર 149માં નવેસરથી મતદાન યોજવાનો આદેશ પણ ચૂંટણીપંચે આપ્યો હતો.