નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)એ ૧૦મા ધોરણના પાઠય પુસ્તકમાંથી રસાયણનું પીરિયોડિક ટેબલ હટાવી દીધું હતું.
વિદ્યાર્થીઓ પર ભારણ ઓછું કરવાનું કારણ આગળ ધરીને લેવાયેલા આ નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બાળકોને મૂળભૂત સિદ્ધાંત સમજાવતી માહિતી હટાવવી યોગ્ય નથી. તેનાથી વિજ્ઞાનનો પાયો કાચો રહી જાય છે. ૧૦મા ધોરણના વિજ્ઞાનના પાઠય પુસ્તકમાંથી કેમિસ્ટ્રીનું પીરિયોડિક ટેબલ હટાવાયું છે. બાળકો પર વધારે પડતું ભારણ હટાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું એનસીઈઆરટી કહે છે. પરંતુ આ મહત્ત્વની વિગતો હટાવવાના મુદ્દે વૈજ્ઞાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. બાળકો ૧૦મા ધોરણમાં જો રસાયણની આ મૂળભૂત વિગતો ન શીખે તો આગળ જતાં તેમના અભ્યાસમાં તેની સીધી અસર થશે. રસાયણના તત્વોનો ક્રમ અને તેમની વિશેષતા જેવી ઘણી બાબતો આ પીરિયોડિક ટેબલમાંથી જાણવા મળતી હતી. આ સિવાય ક્લાઈમેટ ચેન્જ, પાણીની અછત જેવા વિષયો પણ હટાવી દેવાયા હોવાનું જણાયું છે.