ભગવંત માનની સરકાર દ્વારા પંજાબમાં વિધાનસભા સત્ર બોલાવવાની માગ પર મચેલી તકરાર રોકાઈ ગઈ છે. ગવર્નર બનવારી લાલ પુરોહિતે આની પરવાનગી આપી દીધી છે.
વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાએ ટ્વીટ કરી કહ્યુ, પંજાબના રાજ્યપાલે 27 સપ્ટેમ્બરે સવારે 11 વાગે ચંદીગઢમાં વિધાનસભા સત્ર બોલાવવાની સંમતિ વ્યક્ત કરી છે. પંજાબ સરકારે આ માટે વિધાનસભાના સચિવને એક પત્ર પણ લખ્યો છે.