સાળંગપુર દાદાનુ અપમાન કરાયુ હોવાનુ વિવાદ સર્જાયો છે. બોટાદના સાળંગપુરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નિચે ભિંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનુ અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંત ચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નિચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.
સાધુ સંતોએ વિરોધ કર્યો છે અને હવે ભિંત ચીત્રોને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે હવે શિહોર પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જ્યાં 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. શિહોર પોલીસને અરજી કરીને હવે સાળંગપુર મંદિર પ્રશાસનના સંતો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ તો જોકે વિવાદ સર્જાવાને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભીંત ચિંત્રોની ઉપર પીળા રંગનુ કપડુ ઢાંકીને વિવાદને ઠંડો કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ મામલે સાધુ સંતોની બેઠક યોજાઈ શકે છેે.