મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તે વચ્ચે આજે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી તેમજ ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો હતો કે, આગામી 17મી ફેબ્રુઆરી સુધીમાં રાજેન્દ્ર ખિમાણી કુલનાયકના પદ પરથી હટાવી દેવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો.