-
દેશના રાજકારણ અને વિશેષ કરીને ભારતના સ્વર્ગ સમાન સ્થળ જમ્મુ-કાશ્મિર રાજ્યના નાગરિકોમાં ગંભીર ચર્ચાનો વિષય એ છે કે બંધારણે કાશ્મિરના નાગરિકોને આપેલા વિશેષાધિકાર વાળી કલમ 35-A રદ્દ થઇ જશે? જો કલમ રદ્દ થઇ જાય તો ભારતનો કોઇપણ નાગરિક જમ્મુ-કાશ્મિર રાજ્યમાં મકાન-મિલક્ત ખરીદી શક્શે. કોઇ કાશ્મિરી યુવતી બીજા રાજ્યના નાગરિક જોડે લગ્ન કરે તો તેણીએ તેના પિતાની મિલક્તમાંથી હક્ક ગુમાવવો નહીં પડે. આ હક્ક તેને કલમ 35-A હેઠળ મળતો નથી. સૌથા મહત્વનું એ છે કે જો આ કલમ રદ્દ થાય તો દેશના અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મિર રાજ્યમાં મિલક્તો ખરીદીને ત્યાં કાયમી વસવાટ પણ કરી શક્શે અને એક ચોક્કસ ધર્મના લોકોની વસ્તીને બદલે અન્ય રાજ્યોની જેમ મિશ્ર વસ્તી જોવા મળશે. આ સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં હાલ પડતર છે અને સૌ કોઇ તેના ચુકાદાની રાહ જોઇ રહ્યાં છે.