કેન્દ્ર સરકારે નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ગુગલ, વોટ્સએપ વગેરેને કડક આદેશ આપી દીધા છે. સાથે જ અમલ કર્યો કે કેમ તેનો રિપોર્ટ 15 દિવસમાં સોપવા પણ કહ્યું છે. ફેબુ્રઆરી મહિનામાં આ નિયમો લાગુ કરી દેવાયા હતા, જેના અમલ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ અમલ કર્યો કે કેમ તે અંગે હવે જવાબ માગવામાં આવ્યો છે.
ફેસબુકે કહ્યું હતું કે તે સરકારના નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે અને આ અંગે મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે વોટ્સએપે સરકારના આ નિયમોને જ દિલ્હી હાઇકોર્ટમાં પડકારી દીધા છે અને અમલ કરવાની ના પાડી દીધી છે. વોટ્સએપની એવી દલીલ છે કે કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોથી વોટ્સએપ યૂઝર્સની જે પ્રાઇવેસી છે તે ખતરામાં આવી જશે.