મળી રહેલી વિગતો અનુસાર, લોકસભા સચિવાલયે 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન ભ્રામક, બદનક્ષીપૂર્ણ, અસંસદીય અને ભડકાઉ નિવેદનો કરવા બદલ રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે. રાહુલ ગાંધી સામે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીએ વિશેષાધિકાર નોટિસ આપી હતી. હવે આના પર જવાબ મંગાયો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને નોટિસનો જવાબ આપવા કહ્યું છે.