ગુજરાત સરકારની કેવડિયા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. જેમાં આજે સમાપન પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલરાજ્યનો પ્રથમ ‘ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ’ જાહેર કરશે.જેમાં DGGIના ટોપ થ્રી રેન્કમાં નવસારી, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ છે. ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ (DGGI)ના ટોપ રેન્કમાં નવસારી પ્રથમ, રાજકોટ દ્વિતિય અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. કૃષિ અને સંલગ્ન સેવામાં અનુક્રમે પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પંચમહાલ, ભરૂચ, વડોદરા, માનવસંસાધન વિકાસ ક્ષેત્રે બોટાદ, પંચમહાલ અને ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર આરોગ્યમાં અમદાવાદ પ્રથમ, દાહોદ બીજા મહિસાગર ત્રીજા ક્રમે છે