ગુજરાતમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રુ. 1600 કરોડનું ભંડોળ વણવપરાયેલું છે. રાજ્યએ બાંધકામ મજૂરોના કલ્યાણ માટે કન્સ્ટ્રકશન પ્રવૃત્તિ પર વેરો નાંખી આ રકમ ઉઘરાવી છે. પણ આયોજનના અભાવે આ રકમ વપરાતી જ નથી. તેનો નમૂનો. રાજ્યમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા કામદારના વારસદારને રુ. 3 લાખની સહાય આપવાની યોજના છે, પણ છેલ્લા 8 વર્ષમાં માત્ર 11 કામદારને જ તેનો લાભ મળ્યો છે.