કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં જોજિલા સુરંગ નિર્માણ કાર્યનો શુભારંભ કરાવી દીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે ૧૪.૧૫ના સુમારે વીડિયો કોન્ફરન્સની મદદથી બ્લાસ્ટ કરાવીને ૧૪.૧૫ કિ.મી. લાંબી જોજિલા ટનલ નિર્માણકાર્યનો આરંભ કરાવ્યો હતો. સૈન્ય અને સિવિલ એન્જિનિયર્સની એક ટીમ પહાડને કાપીને અહીં ટનલનું નિર્માણ કરશે. આ સુરંગ તૈયાર થતાં શ્રીનગર ખીણપ્રદેશ અને લેહ વચ્ચે બારે માસ સંપર્ક સુવિધા ચાલુ રહેશે. ટનલ સૈન્યની સાથોસાથ નાગરિકો માટે પણ મહત્ત્વની બની રહેશે. દરેક મોસમમાં લદ્દાખ અને કાશ્મીર ખીણ વચ્ચેને માર્ગ સંપર્ક જળવાયેલો રહેશે.