Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં આ વર્ષે મે મહિનામાં ભવ્ય મસ્જિદનું બાંધકામ શરૂ કરવામાં આવશે. જેને તૈયાર કરવામાં આશરે ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે. આ મસ્જિદની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે ફાળવેલી જમીન પર કરવામાં આવશે. જેની જવાબદારી ઇન્ડો-ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનને સોપવામાં આવી છે. 
આ ફાઉન્ડેશનના એક સભ્ય હાજી અરફત શેખે રોઇટર સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ મસ્જિદના બાંધકામ માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવવામાં આવશે, ક્રાઉડ ફન્ડિંગ માટે વેબસાઇટ જાહેર કરવામાં આવશે. અયોધ્યાની નવી મસ્જિદનું નામ  મુહમ્મદ બિન અબ્દુલ્લાહ રાખવામાં આવશે. અમારો પ્રયાસ લોકોમાં નફરતને ઘટાડવાનો અને પ્રેમ ફેલાવવાનો રહેશે. આ તમામ લડાઇ ત્યારે અટકશે જ્યારે આપણે આપણા બાળકોને સારી બાબતો શીખવતા થઇ જઇશું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ