Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં પણ હવે લોકોને ગગનચૂંબી ઇમારતો જોવા મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં ગગનચૂંબી ઇમારતોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી ટૂંક સમયમાં 70 માળની ઇમારત બનાવવા મંજૂરી અપાશે. સરકાર CGDCRમાં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા મંજૂરી અપાશે. આ ગગનચૂંબી ઇમારતો માટે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મંજૂરી આપવામાં આવશે.

હવે ગુજરાતમાં પણ દુબઇ અને સિંગાપોરની જેવી ઊંચી ગગનચુંબી ઇમારતો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં ગગનચુંબી ઇમારતો બનાવા મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યમાં હવે 70 માળની ઇમારતો બનાવા મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં પણ 70 માળની ઊંચી ઇમારત બનાવા મંજૂરી અપાશે. જેના માટે ખાસ કમિટી બનાવાશે. આ કમિટી ઊંચી ઇમારતોને મંજૂરી આપવા માટે નિયમો બનાવશે.

આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે. AUDA/SUDA/VUDA/RUDA અને GUDA સહિતનાં સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનિકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. આ મંજૂરી 30 મીટર કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. આ નિયમ પ્રમાણે બિલ્ડિંગની ઉંચાઈ 100થી 150 મીટર રાખવા માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચોરસ મીટર
હોવો જરૂરી છે જ્યારે 150 મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચોરસ મીટર હોવો જરૂરી છે.

મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે રહેશે. બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. પ્રિમીયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર હશે અને ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે . આ ઉપરાંત રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ