વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક સુધારા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આંશિક રોક લગાવવામાં આવી છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ૧૩૩૨ પેજનું સોગંદનામુ દાખલ કરાયું છે, જેમાં કેન્દ્રએ એવી દલીલ કરી છે કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા પર કોર્ટ દ્વારા સંપૂર્ણ સ્ટે ના મુકી શકાય. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વક્ફ કાયદા સામે થયેલી તમામ અરજીઓને નકારી દેવામાં આવે તેવી અપીલ કરી છે.