આજે સંસદભવનમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જેનાથી વિપક્ષી દળો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું.
પીએમ મોદીએ કર્યું સંબોધન
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દુરંદર્શી મહાનુભવોને નમન કરવાનો છે. આજનો દિવસ આ સદનને પ્રમાણ કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે 26/11 આપણા માટે એક એવો દુખદ દિવસ છે, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો. ભારતના અનેક વીર જવાનોએ આતંકવાદીઓ સાથે થયેલી ભીડંતમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. હું આજે 26/11ના તે તમામ બલિદાનીઓને આદરપૂર્વક નમન કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે આપણું બંધારણ એ ફક્ત અનેક ધારાઓનો સંગ્રહ નથી, આપણું બંધારણ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા છે, અખંડ ધારા તે ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ કારણ કે આપણો જે રસ્તો છે તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે મનાવવો જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'આપણા દેશવાસીઓને બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ વિશેષ દિવસે, 4 નવેમ્બર 1948ના રોજ બંધારણીય સભામાં અપાયેલા ડોક્ટર આંબેડકરના ભાષણનો એક અંશ શેર કરુ છું. જેમાં તેમણે ડ્રાફ્ટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા ડ્રાફ્ટ બંધારણને અપનાવવા માટે એક પ્રસ્તાવ રજુ કર્યો.'