આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ શુક્રવારે બંધારણ દિવસની ઊજવણી થઈ રહી છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રાજકારણમાં પરિવારવાદ'ના મુદ્દે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી હતી અને લાલુ યાદવનું નામ લીધા વિના ભ્રષ્ટાચારના મુદ્દે બધા પક્ષોને ઘેર્યા હતા. બીજીબાજુ કોંગ્રેસ અને તૃણમૂલ સહિત ૧૫ પક્ષોએ બંધારણ દિવસની કેન્દ્ર સરકારની ઊજવણીનો વિરોધ કરતાં આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભાજપે તેને બાબા સાહેબ આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું.