ગોધરાકાંડ મામલે સુપ્રિમકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપ્યા બાદ પોલીસ કમિશનર કચેરીમાં ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ પંતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત અરજી કરી પોલીસ રક્ષણ માંગ્યું છે. ગોધરાકાંડ બાદ મળેલી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના આઇપીએસ અધિકારીઓ વચ્ચે થયેલી મિટિંગ અંગે ખોટી એફિડેવીટ કરાવનાર પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન વિરોધ પક્ષના નેતા સામે કરણસિંહ પંતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં 2011ની સાલમાં ફરિયાદ નોંધાવી હતી. પંતે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, તેઓને અને તેમના પરિવારને કટ્ટરવાદી તત્વોથી જાનનું જોખમ છે.