કચ્છના અબડાસાના પૂર્વ MLA જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી છબીલ પટેલની ધરપકડ થયા બાદ CID સમક્ષ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. CIDએ છબીલના રિમાન્ડ લેતાં સામે આવ્યું હતું કે, કચ્છ પોલીસના એક કોન્સ્ટેબલે શાર્પશૂટરોને હત્યા કરવામાં મદદ કરી હતી.
CIDએ તપાસમાં જાણવા મળ્યું હતું કે, છબીલ પટેલની ભલામણથી થોડા સમય પહેલાં કોન્સ્ટેબલ જયંતીને એલ.સી.બીમાં ટ્રાન્સફર કરાયો હતો. કોન્સ્ટેબલ જયંતીએ એલ.સી.બીમાં રહી એક નંબર પ્લેટ વગરનું બિનવારસી બાઈક કબ્જે કર્યું હતું. જેને પોલીસ ચોપડે ચડાવવાને બદલે ભાનુશાળીની હત્યા કરનારા શાર્પશૂટરોને હત્યા કરી ભાગવા માટે આ બાઈક આપ્યું હતું.
CIDએ શાર્પશૂટરોને મદદ કરવાના ગુનામાં કોન્સ્ટેબલ જયંતી પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પરંતુ કોન્સ્ટેબલ જંયતીની રાજકીય વગ હોવાના કારણે કચ્છ એસ.પી. પણ તેના પર કાર્યવાહી કરવામાં ધમપછાડાં કરે છે. CIDએ નોટિસ આપી એસ.પી.ને કાર્યવાહી કરવા કહ્યું છે પરંતુ પોલીસ બેડામાં તો એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એસ.પી. પોતે જ કોન્સ્ટેબલ જયંતીને બચાવી રહ્યા છે.