ઉત્તરાખંડના રૂરકીમાં રેલવે ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. આ સિલિન્ડર આર્મી ટ્રેન મોમેન્ટ રૂટ પરથી મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર જોઈને ગુડ્સ ટ્રેનના લોકો પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે રેલવે અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી. રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સિલિન્ડર હટાવ્યા હતા. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે