કોરોનાનો પ્રસાર અટકાવવા માટે મોદી સરકારે દેશમાં 24મી માર્ચથી લગાવાયેલું લૉકડાઉન એક પછી એક એમ ત્રીજા તબક્કામાં 17મી મે સુધી લંબાવ્યું છે. જોકે, લૉકડાઉનના આ સમયમાં દેશે ખૂબ જ મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડયું છે. કરોડો લોકોએ રોજગારી ગુમાવવી પડી છે. આવા સમયમાં 17મી મેએ ત્રીજું લોકડાઉન પૂરું થયા પછી મોદી સરકાર કયું પગલું ઊઠાવશે તે અંગે લોકોમાં સવાલો થવા લાગ્યા છે. લૉકડાઉન છતાં દેશમાં કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતો ન હોવાથી લોકોના મનમાં એક જ સવાલ છે કે લૉકડાઉન ખતમ કરાશે કે પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે? સરકાર 17મી પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના બદલે માત્ર હૉટસ્પોટવાળા વિસ્તારોને જ સીલ કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (સોમવારે) વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે, જેમાં 17મી મે પછી લૉકડાઉન લંબાવવું કે નહીં તે અંગે ચર્ચા થવાની સંભાવના છે.