ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 128 કેસ નોંધાયા છે આ સાથે જ અત્યાર સુધીમાં શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1501 પર પહોંચી છે. ત્યારે થોડાક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમની સારવાર SVP હોસ્પિટલ ચાલી રહી છે. જો કે, 9 દિવસની સારવાર બાદ તેમનો બીજો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી 25 અથવા 26 તારીખે કોરોનાનો તેમનો વધુ એક રિપોર્ટ કરાવવામાં આવશે.