કેન્દ્ર સરકાર હેઠળ આવતી એજન્સી ઇડીએ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતા અખબાર નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત ૧૨ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. જેના બીજા જ દિવસે ઇડીએ દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડના કાર્યાલયને સીલ કરી દીધુ છે. ઇડીની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે અને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની બહાર મોટા પ્રમાણમાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મામલો આગામી દિવસોમાં ઉગ્ર બની શકે છે.