પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી માટે કોન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈએ પંચાયત ચૂંટણી યોજાવાની છે