આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) ના પરિણામમાં કોંગ્રેસની તમામ મોરચે હાર થઈ છે. તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ડાંગ બેઠક પર 30 હજારથી વધુની લીડ સાથે ભાજપ બેઠક જીતી છે. તો બીજી તરફ, મોરબીમાં બહુ જ પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા જીત્યા છે. જોકે, દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. જેની ઉજવણી તમામ બેઠકો પર કરવામા આવી રહી છે. વિજયી ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવા પહોંચી ગયા છે. તો ભાજપના કાર્યાલય કમલમમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
તમામ 8 બેઠકો પર ભાજપની જીત
ધારીમાં જેવી કાકડિયાની જીત
ડાંગમાં 30 હજાર લીડથી વિજય પટેલની જીત
કપરાડામાં જીતુ ચૌધરીની જીત
લીંબડીમાં કિરીટસિંહ રાણા 20 હજાર મતથી વિજય
મોરબીમાં પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજાની જીત
ગઢડામાં 21 હજાર મતથી આત્મરામ પરમારની જીત
અબડાસામાં 38 હજારથી વધુ મતથી પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
કરજણમાં અક્ષય પટેલની જીત