કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ૩ કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કરી રહેલા પંજાબના ખેડૂતો સાથે જોડાતાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોગા જિલ્લાના બધની કલાન ખાતે જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, જે દિવસે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવશે, ૩ કાળા કૃષિ કાયદાને કચરાપેટીમાં નાખી દેશે. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ કાયદા ઘડીને તાત્કાલિક અમલની એવી તે કેવી ઉતાવળ હતી? વડા પ્રધાન મોદી કહે છે કે આ કાયદા ખેડૂતોના લાભ માટે ઘડાયા છે તો શા માટે દેશભરમાં ખેડૂતો તેની સામે આંદોલન કરી રહ્યાં છે? શા માટે આ કાયદાઓ પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થઇ નહોતી? જો ખેડૂતો આ કાયદાથી ખુશ છે તો શા માટે પંજાબમાં આંદોલન ચાલી રહ્યું છે? હું તમને બાંયધરી આપું છું કે, જે દિવસે કોંગ્રેસ સત્તા પર આવશે આ કાળા કાયદાઓને રદ કરી નાખશે.