દુષ્કર્મ કેસમાં સજા જાહેર થયા પછી આસારામ મામલે રાજનીતિ વધી છે. આસારામ અને પીએમ મોદીની મિત્રતાવાળા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ મામલામાં કોંગ્રેસ હવે પીએમ મોદીને ઘસડી લાવી છે. કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વિડિયો શેર કર્યો છે જેમાં પીએમ મોદી અને વિવાદાસ્પદ ધર્મગુરુ આસારામ વચ્ચેની મિત્રતા ઉજાગર કરાઈ છે.