ગુજરાત હાઈકોર્ટે "મોદી સરનેમ" પરની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે રાહુલ ગાંધી પ્રત્યે એકતા પ્રકટ કરતા 12 જુલાઈના રોજે તમામ રાજ્યોમાં મૌન સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે. આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી રાજ્યના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે યોજાશે.