ગુજરાત કોંગ્રેસ પછાત જ્ઞાતિઓનો સંપર્ક કરવા ખાટલા પરિષદ યોજશે. પછાત વર્ગની 146 જ્ઞાતિઓનો સીધો સંપર્ક કરવા આ પરિષદ થશે. અશોક ગેહલોતની હાજરીમાં OBC સેલની બેઠકમાં પછાત વર્ગને કોંગ્રસ તરફ વાળવા માટે આવી પરિષદ યોજવાની તાકીદ કરી હતી. તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓને ખાટલા પરિષદ કરવા માટેનો આદેશ અપાયો છે.