ભારતમાં 2024 રાજકારણીઓ માટે અગ્નિ પરીક્ષાનું વર્ષ છે. કારણ કે આ વર્ષે ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે. સાથે જ કેટલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની છે. તમામ પાર્ટીઓ તેને ધ્યાને લઇ અત્યારથી પ્રચારના કામોની શરૂઆત કરી દીધી છે. આવનારા દિવાસોમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને યાત્રાઓના રાજકારણ જોર પકડ્યું છે. કેટલીક જગ્યાએ ધાર્મિક સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો કેટલીક જગ્યાએ રાજકીય પક્ષોના પ્રવાસો જનતાને રીઝવવા ચાલી રહ્યા છે.