સચિન પાયટલ જૂથના બે બળવાખોર ધારાસભ્ય ભંવર લાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને કારણ જણાવો નોટિસ ફટકારી છે.
કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે, કાલે સાંજે અને આજ સુધી જે ટેપ સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ભાજપ દ્વારા કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને પાડવા અને ધારાસભ્યોની નિષ્ઠાને ખરીદવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું. જેના પરથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ચીન અને કોરોનાનો સામનો કરવાનો બદલે મોદી સરકાર સત્તા લૂંટવાના કામ કરી રહી છે.
ત્યાંજ કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતની વિરુદ્ધ FIR દાખલ કરાવવાની માગણી કરતા જણાવ્યું કે રાજસ્થાનની સરકારને પાડવા માટે એક ષડયંત્ર ઘડવામાં આવ્યું.