કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મહામંત્રી વેણુગોપાલે રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખારને સાંસદીય કાર્યવાહિના નિયમ ૧૮૮ નીચે નોટિસ પાછળ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિષે વડાપ્રધાને કરેલી અપમાનજનક ટીકાઓને લીધે વિશેષાધિકાર ભંગ નીચે તેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ.
આ નોટિસમાં વેણુગોપાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિશ્રીનાં પ્રવચન પછી આભાર દર્શક વક્તવ્યનું સમાપન કરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિષે કેટલીક અયોગ્ય અને અપમાનજનક ટીકાઓ કરી હતી.