જમ્મુ-કાશ્મીરને સ્પેશ્યલ સ્ટેટસ આપનાર સંવિધાનના આર્ટિકલ 370ને ખતમ કરવા અને કાશ્મીરને બે ભાગ કરવાવાળા બિલ પર લોકસભામાં ધમાસણ મચી છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલનો કડક વિરોધ કર્યો, પરંતુ આ દરમિયાન કોંગ્રેસ પોતાના જ એક નિવેદન પર ઘેરાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, કાશ્મીર ભારતનો અંદરનો મામલો નથી. આ એક દ્વીપક્ષિય મામલો છે અને સંયુક્ત રાષ્ટ્ર 1948થી તેના પર મોનિટરિંગ કરી રહ્યું છે. અધીરના આ સેલ્ફ ગોલથી સદનમાં કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી થવા લાગી. અધીર રંજનની બાજુમાં બેઠેલા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના ચેરપર્સન સોનિયા ગાંધી પણ આ નિવેદનથી હેરાન જોવા મળ્યા. તેમના રિએક્શનમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, તે અધીર રંજનના નિવેદનથી બિલકુલ સહમત નથી અને ખાસા નારાજ જોવા મળ્યા. જોકે, સોનિયા ગાંધીએ મનીષ તિવારીના ભાષણના વખાણ કર્યા અને કહ્યું કે, મનીષ તિવારીએ પાર્ટીના પક્ષને સારી રીતે વાચા આપી.
અધીર રંજને શું કહ્યું?
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તમે (અમીત શાહ) હમણા કહ્યું કે, કાશ્મીર અંદરનો મામલો છે, પરંતુ અહીં હજુ પણ સંયુક્ત રાષ્ટ્ર 1948થી મોનિટરિંગ કરતુ આવી રહ્યું છે. એવામાં આ આંતરીક મામલો કેવી રીતે હોઈ શકે છે. બસ કોંગ્રેસ નેતા આ નિવેદન પર ગૃહમંત્રી સહિત અન્ય નેતા ભડકી ઉઠ્યા.