કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ આજે કોંગ્રેસ ઉપર તૂટી પડયા હતા. તેમણે કહ્યું, 'જેવી ચૂંટણીઓ આવે છે કે કોંગ્રેસ લિંગાયત મતદારો ઉપર પ્રેમ વરસાવવો શરૂ કરી દે છે.' પરંતુ કર્ણાટકના લિંગાયત મતદારો 'સજાગ' છે, અને જ્યારે જરૂર પડે ત્યારે સાચો જ નિર્ણય લે છે.