હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો દોષ કોંગ્રેસે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર નાંખ્યો છે અને ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માગણી કરી છે. આવા સમયે ઈન્ડિયા ગઠબંધનમાં ઈવીએમને દોષ આપવા મુદ્દે તડાં પડયાં હોવાનું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના મહત્વપૂર્ણ સાથી નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસને ઈવીએમના રોદણાં બંધ કરી ચૂંટણીમાં પરાજય સ્વીકારી લેવાની સલાહ આપી છે. એટલું જ નહીં સાથી પક્ષે કહ્યું કે, પક્ષોને મતદાન પદ્ધતિ પર વિશ્વાસ ના હોય તો તેમણે ચૂંટણી જ ના લડવી જોઈએ.