રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરએ ભાજપના ગઢમાં ગાબડું પાડતા ભવ્ય જીત મેળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંન્ને મહિલા ઉમેદવારો મેદાને હતા ભાજપ માંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લિન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું છે અને ભાજપના ગઢમાં ગાબડુ પાડી મોટી જીત હાસલ કરી છે.
ગેનીબેન ઠાકોરની જીત પર શક્તિસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા છે. શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરને અભિનંદન આપ્યા.