હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર છૂપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયાના ગણતરીના સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાબરીયાની ધરપકડને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ મોરબીમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશન સામે ધરણા યોજ્યા હતા. પરષોતમ સાબરિયા અને વકીલને કોર્ટમાં રજૂ કરાતા બન્નેના એક દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ભાજપે સંડોવ્યાનો આક્ષેપ કરતા પરષોત્તમે પોતાનો બચાવ કર્યો હતો.