કોંગ્રેસ દ્વારા આજથી 'ભારત જોડો યાત્રા'નો આરંભ કરવામાં આવી રહ્યો છે. આશરે 3,570 કિમી લાંબી આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે. રાહુલ ગાંધીએ આજ રોજ તમિલનાડુથી આ 5 મહિનાની યાત્રાનો શુભારંભ કર્યો છે.
પદયાત્રાની શરૂઆત પહેલા રાહુલ ગાંધી વહેલી સવારે તમિલનાડુના શ્રીપેરૂમબુદુર શહેર ખાતે પહોંચ્યા હતા.
ત્યાં કાંચીપુરમ ખાતે તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારક ખાતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સ્થળે જ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. રાહુલ ગાંધીએ બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ચેન્નાઈ પરત ફર્યા હતા.