મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ મતગણતરી શરૂ થયા પછીના બીજા તબક્કામાં 59 બેઠકમાંથી 19 બેઠક પર અને એનપીપી 19 બેઠક પર આગળ વધતું હતું. મેઘાલયમાં છેલ્લાં દસ વર્ષથી કોંગ્રેસની સત્તા હતી. મુખ્યમંત્રી મુકુલ સંગમાના વડપણવાળી કોંગ્રેસને અહીં બેવડો પડકાર મળ્યો હતો. એક તરફ એનપીપી અને બીજી તરફ બીજેપી સાથે સીધી ટક્કર હતી. ગત ચૂંટણીમાં ભાજપને હાર મળી હતી.