દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં 16 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. યાદીમાં ગોકલપુર બેઠક પર ઉમેદવારને બદલવામાં આવ્યા છે. જેમાં પ્રમોદ કુમાર જયંતની જગ્યાએ હવે ઈશ્વર બાગડીને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે મુંડકા બેઠકથી ધર્મપાલ લાકડા, ઓખલાથી અરીબા ખાન અને કિરાડી બેઠક પરથી રાજેશ ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. પાલમ વિધાનસભા બેઠકથી કોંગ્રેસે માંગે રામને ઉમેદવાર બનાયા છે.