કોંગ્રેસ પાવર હંગ્રી બનીને 58 સીટો પર શિયાળની જેમ નજર રાખીને આગળ વધવા માંગે છે. આ 58 બેઠકો એવી છે કે જ્યાં 1985થી મોટાભાગે ભાજપ જીતતો આવ્યો છે. ભાજપને સત્તા અપાવતી આ બેઠકો અંગે કોંગ્રેસ સમાધાનકારી વલણ અપનાવવા માંગે છે. આ બેઠકો ઉપર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. કોંગ્રેસે 1985માં ઉજળીયાત વર્ગોને ખામ થિયરીથી અળગા કરી દીધા બાદ આ 58 બેઠકો ભાજપની સત્તા સીડી બની છે. જેના કારણે કોંગ્રેસે હંમેશા સત્તાથી દૂર રહેવું પડતું આવ્યું છે. અને તેથી જ તો પાટીદાર આંદોલનકારીઓ સાથે કોઈ પણ ભોગે સમાધાન કરવા માટે કોંગ્રેસના નેતાઓ તૈયાર થયા છે. દિલ્હીથી આદેશ આવે તેની સાથે જ પાસના નેતાઓ સાથે ચર્ચાનો દૌર શરૂ કરાશે.