કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીનાં બુધવારના નિવેદને ગુરૂવારે સપા નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીને કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક પૂરી પાડી હતી. બુધવારે પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું હતું કે, યુપીમાં કોંગ્રેસનાં ઉમેદવારો મજબૂતીથી ચૂંટણી લડશે અથવા તો ભાજપના મત કાપશે. પ્રિયંકાનાં આવા નિવેદન પછી માયાવતી અને અખિલેશે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસે ભાજપને ફાયદો પહોંચાડવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે અને બંનેમાં કશો ફરક નથી. જનતા કોંગ્રેસની સાથે નથી. ભાજપની જેમ કોંગ્રેસ પણ નકલી આંબેડકરવાદી પક્ષ છે. કોંગ્રેસને મત આપવો તે પોતાનો મત બરબાદ કરવા જેવો છે તેવા આક્ષેપ કરીને માયાવતીએ મતદારોને કોંગ્રેસને મત આપતા પહેલાં વિચારવા અનુરોધ કર્યો હતો. માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે ગઠબંધન જીતે તેવું કોંગ્રેસ ઇચ્છતી નથી. ભાજપના ઉમેદવાર ભલે જીતે પણ સપા- બસપાનાં ઉમેદવારો જીતવા જોઈએ નહીં. આમ સપા- બસપા અને કોંગ્રેસ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હવે ગંભીર બન્યું છે.